BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ મામલતદારને કોંગ્રેસ સમિતિ ઓગડ તાલુકાના અને થરા શહેર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું..

ઓગડ તાલુકામા વીજ ટાવર લાઈનના મુદ્દે ખેડૂતોનો રોષ…
————————————–
ઓગડ મામલતદારને કોંગ્રેસ સમિતિ ઓગડ તાલુકાના અને થરા શહેર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું..
————————————-
મળતી માહિતી ગુજરાત રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા વીજ ટાવર લાઈન બાંધવા માટે અંદાજે ૨૬ જેટલા જુદા જુદા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઊર્જાના પ્રકલ્પ,પવન ઉર્જા પવન ચક્કીઓ,વીજ સબ સ્ટેશન તેમજ વીજ ટાવર લાઈન બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને વીજ ટાવર લાઈન બાંધવા માટે વર્તમાન સમયમાં ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્યના કાયદાઓ અને નીતિઓમાં વિસંગતતાઓ કોંગ્રેસ સમિતિના ધ્યાને આવતાં અસર ગ્રસ્ત ખેડૂતોમાં ખુબજ અસંતોષ જોવા મળ્યો છે ત્યારે આ વાતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ROW વળતરને લઈ યોગ્ય નીતિ બનાવવા માટે બ.કાં.જિલ્લા પંચાતના પૂર્વ પ્રમુખ ભુપતજી મકવાણા, સહકાર અને સિંચાઈ સમિતિ બ. કાં.જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, બલાજી રાઠોડ ઈન્દ્રમાણા, ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા,થરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનજી જગાણી,ઉપ-પ્રમુખ જોગાજી ઠાકોર,મહિપતસિંહ વાઘેલા વડા,સંજયભાઈ ચાવડા સહીત ઓગડ તાલુકા અને થરા શહેર કોંગ્રેસ સમિતિ અનેખેડૂતો દ્વારા ઓગડ તાલુકા મામલતદાર કિરણભાઈ ગૌસ્વામીને અલગ અલગ ૯ જેટલી માંગણીઓ સાથે ૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.મામલતદાર કિરણભાઈ ગૌસ્વામીએ કોંગ્રેસની માંગણી ઓ વડી કચેરી ખાતે મોકલી આપવા ખાત્રી આપી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!