GUJARATMULISURENDRANAGAR

મુળી પોલીસ મથકના પ્રોહીબીસનના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો ટીમે નાની ખાખર ગામ ખાતેથી દબોચી લીધો

તા.17/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ જે અન્વયે તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમના પીઆઇ જે જે જાડેજા, પીએસઆઇ આર એચ ઝાલા, વિજયસિંહ પરમાર, દશરથભાઈ, ધવલભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા તે દરમ્યાન પો.કો. ધવલભાઇ મહેશભાઇ નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી મુળી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી પ્રહલાદસિંહ ઉર્ફે પદયુભા ખાનુભા જાડેજા રહે. રાજકોટ રેલનગર મેઇનરોડ સંતોષ નગર પાણીના ટાકા પાસે હાલ રહે ફરાદી માંડવી કચ્છ વાળોને માંડવી મુદ્રા રોડ નાની ખાખર ગામ ખાતેથી હસ્તગત કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સારૂ મજકુર આરોપીનો કબ્જો મુળી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!