વિજાપુર તાલુકાના ગવાડા મહાદેવપુરા ગામના તળાવો નું ખાતમુહૂર્ત કરાયું 1કરોડ15 લાખના ખર્ચે તળાવો બનશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા મહાદેવપુરા બંને ગામોના બે તળાવોનો ખાત મુહૂર્ત.ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતુ ગવાડા, મહાદેવપુરાના ગામોના તળાવો કુલ 1કરોડ 15 લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં ગવાડાનો તળાવ રૂપિયા 55 લાખ તેમજ મહાદેવપુરા તળાવ માટે 66 લાખ રૂપિયા ઉણાદ નર્મદા લાઈન યોજનામાં મંજુર કરવામાં આવતા બંને તળાવોની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ અંગે મહાદેવપુરા ગામના સરપંચ વિનુભાઈ પટેલે જણાવ્યું હતુંકે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ને લઈને સરકાર માં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતો સરકારે ધ્યાનમાં લઇ ધારાસભ્ય સીજે ચાવડા ના સહકાર થી ગ્રાન્ટ મંજુર થતા ગ્રામજનો ની મુશ્કેલીઓ નો નિવારણ આવશે કાર્યક્રમમાં રાજકીય અગ્રણી હર્ષદપટેલ વિજયપટેલ સરપંચ વિનુભાઇપટેલ સુહાસપટેલ પુર્વ ઉપસરપંચ રમેશભાઈ પટેલ રાજુ ઝૂમ કોમ્પ્યુટર વાળા દિલીપ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.