BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા ખનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને જીવિકા શાહ આગામી 1 લી નવેમ્બરથી શરુ થતી ચોથી વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ચાઈના ખાતે જનાર છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાનું ગૌરવ એવા ખનક પટેલ, ખૂબી જૈન, હેમ મહેતા અને જીવિકા શાહ આગામી 1 લી નવેમ્બરથી શરુ થતી ચોથી વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લેવા ચાઈના ખાતે જનાર છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 22 જેટલા ખેલાડીઓ પસંદ થયા છે, જેમાંથી ગુજરાતમાંથી કુલ સાત ખેલાડીઓની પસંદગી થઈ છે.આ સાત ખેલાડીઓ પૈકી ચાર ખેલાડીઓ ભરૂચ જિલ્લાના છે તે ભરૂચ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

આ અગાઉ તેમણે ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ બ્રોંઝ મેડલ મેળવેલો હતો.આ ચાર ખેલાડીઓ ચાલુ વર્ષે પ્રથમ વખત ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.આ તમામ ખેલાડીઓ ભરૂચ ખાતે લવ ઓલ ટેનિસ એકેડમીમાં મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ કરે છે. હાલમાં આ ખેલાડીઓનો અમદાવાદ ખાતે કેમ્પ ચાલુ છે જેમાં તેઓ ફિટનેશ અને રમત ઉપર ધ્યાન આપી રહ્યા છે.આ પ્રસંગે ભરૂચના કલેકટર તુષાર સુમેરા દ્વારા તેઓને સારું પ્રદર્શન કરી મેડલ લાવવા માટેની શુભકામનાઓ પાઠવી છે,આ ચારેય ભારતની ટીમ મેડલ અપાવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા તુષાર સુમેરા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહે આપી હતી.

Back to top button
error: Content is protected !!