GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર ની સી. બી.ગર્લ્સ હાઇસ્કૂલ નું ગૌરવ.વિધાર્થીની તાલુકા કક્ષાએ પ્રથમ

તારીખ ૧૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાનપરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- 9 થી 12 ની 162 વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી ધોરણ – 11 કોમર્સની વિદ્યાર્થીની પટેલ ખુશી કૃણાલભાઈ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. જે બદલ શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તેમજ શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે. ગાયત્રી પરિવાર દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરેલ છે.






