કાલોલ 127 વિધાનસભા ના ઘોઘંબાના વાવ કુંડલી માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૩/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ 127 વિધાનસભા ના ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી જીલ્લા પંચાયત માં વાવકુલ્લી -1 માં જુના ફળીયા માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત વાવ કુલ્લી જિલ્લા પંચાયત ના પ્રભારી પ્રવિણભાઇ બારીઆ ની આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સેલ ઉપપ્રમુખ અરવિંદભાઈ માછી, પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા,મહીસાગર પ્રમુખ બાબુભાઈ ડામોર,પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ સોનાભાઈ બારીયા સહિતના આગેવાનોની ઉપસ્થિત વચ્ચે આ સભામાં ગામના આગેવાનો તેમજ યુવાન ભાઈઓ તથા બહેનો નો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવો વાવ કુલ્લી જિલ્લા પંચાયત ના ગ્રામજનોની સમસ્યા માટે અવાજ ઉઠાવવા આગેવાનો હાકલ કરી હતી.અને સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાના ભાવ પર આકરા કટાક્ષ કર્યા હતા. જેને લઈને આવનાર સમયમાં ગ્રામજનો સરળતાથી કાર્ય થઈ શકે તે માટે સત્તા પરિવર્તન માટે આગળ આવવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકા ના પ્રમુખ સંજયસિંહ સોલંકી યુવા પ્રમુખ ગુલાબભાઈ રાઠવા,હાલોલ તાલુકા પ્રમુખ ગુરુરાજસિંહ ચૌહાણ,ઘોઘંબા તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, તેમજ કમલેશભાઈ બારીયા,ઘોઘંબા તાલુકા લીગલ સેલ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ,અજયભાઈ ગુપ્તા, અરવિંદભાઈ બારીયા,ગજેન્દ્રસિંહ સીમલીયા સહિતના હોદ્દેદારો ની ઉપસ્થિતિમાં વાવ કુલ્લી જિલ્લા પંચાયત ના ગામડા ઓ માંથી મોટી સંખ્યામાં આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . સાથે સાથે આ સભામાં ચાઠી ગામના યુવા અગ્રણી જીતેન્દ્રભાઈ બી પટેલ અને તેમની યુવા ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.







