GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ વોર્ડ નં ૨ ના રહીશો દ્વારા સીવીલ એન્જીનિયરને સાથે રાખી પાલીકા પ્રમુખ ની હાજરીમાં ટેન્ડર કોપી આપી નવા સીસી રોડની માપણી કરી.

તારીખ ૨૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૨ ના શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા કાલોલ નગરપાલીકા ખાતે રોડ બાબતે રજુઆત બાદ આજ રોજ કાલોલ નગરપાલિકા ના પ્રમુખ હસમુખભાઈ મકવાણા તથા પાલિકાના એન્જિનિયર અને વોર્ડ નંબર ૨ ના કાઉન્સિલરો આશિષ સુથાર જ્યોત્સનાબેન બેલદાર તેમજ મોનલ જોશી ની હાજરીમા ટેન્ડર ની કોપી કાઉન્સિલરો ને આપવામાં આવી જે બાદ ટેન્ડર મુજબ કામ કરવા પ્રમુખ હસમુખભાઈ મકવાણા દ્વારા કોન્ટ્રાકટર ને સ્પષ્ટ સુચનાઓ આપી ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ૨ ના શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટીના રહીશો મા એક સીવીલ એન્જીનીયર હોવાથી માપણીના સાધનો લઈને આવ્યા હતા અને ટેન્ડર મુજબ માપણી કરવામાં આવી હતી અને તે મુજબ નિશાન પણ કરવામાં આવ્યા હતા જે મુજબ ખોદકામ શરૂ કરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.






