કાલોલ તાલુકાના અલવા પગારકેન્દ્ર આચાર્ય પ્રેમિલાબેન નો વયનિવૃત્તિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૫/૧૦/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ અલવા પગાર કેન્દ્ર ના આચાર્ય પ્રેમિલાબેન હીરાભાઈ પટેલ નો વય નિવૃત્તિ સન્માન સમારોહ કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ સવિતાબેન બી રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં કાલોલ તાલુકાના નિવૃત્ત તાલુકા કેળવણી નિરીક્ષક આર.એમ.ગજ્જર ,કાલોલ તાલુકાના બીટ નિરીક્ષક,રાષ્ટ્રિય શૈક્ષીક મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન અને હોદ્દેદારો,કાલોલ ટીચર્સ સોસાયટીના ચેરમેન / વાઇસ ચેરમેન અને સેક્રેટરી , બી.આર.સી. કો.ઓ.કાલોલ, કાલોલ તાલુકાના પગાર કેન્દ્ર ના આચાર્યો ,સી.આર.સી.કો.ઓ, અલવા ગામના સરપંચ, ગામના અગ્રગણ્ય વડીલો,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમિલાબેન પટેલ અલવા પ્રાથમિક શાળામાં ૩૪ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે, અલવા શાળા ના આચાર્ય તરીકે તેમજ અલવા પગાર કેન્દ્ર ના આચાર્ય તરીકે ફરજ બજાવીને ૩૧/૧૦/૨૦૨૪ ના રોજ વય નિવૃત્ત થાય છે. આજના કાર્યક્રમ માં તેઓએ શિક્ષણ ક્ષેત્રે આપેલ સેવાઓને બિરદાવી ને તેમનું નિવૃત્તિ પછી નું જીવન સુખમય અને આનંદમય વીતે તેવી શુભેચ્છાઓ પાઠવાવમાં આવી.