મુળી તાલુકાના વડધ્રા ગામે 2જી ઓક્ટોબરની ગ્રામ સભામાં સરપંચના પતિ થયા બેફામ

તા.03/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
2જી ઓક્ટોબરના રોજ મુળી તાલુકાના વડધ્રા ગામે પંચાયત ઓફિસમાં 5 વ્યક્તિને સાથે રાખી સરપંચના પતિ દ્વારા બંધ બારણે ગ્રામસભાનું આયોજન થયું હતું જ્યારે ગામના એક જાગૃત યુવાન દ્વારા સવાલો પૂછતા સરપંચ ના પતિ તો બગડ્યા અને ગુંડા મવાલીને શોભે એવી બેફામ ગાળો આપી, સવાલ પૂછનાર યુવાનના પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી દીધી અને યુવાનને માર મારવા હાથમાં ધોકો પણ લઈ લીધો હતો! મહિલા સશક્તિકરણની વાતો કરી રહેલી સરકાર ને સંદેશ છે કે અહીંયા ગામડાઓમાં તો મહિલા સરપંચ ક્યારેય ગ્રામસભામાં ઉપસ્થિત નથી અને ગ્રામસભા માત્ર કાગળ પર જ થાય છે સરપંચના પતિ તમામ સહીઓ કરી તલાટીને સાથે રાખી બંધ બારણે ગ્રામસભાઓ કરતા હોય છે સમગ્ર ઘટના ઉજાગર થતા હાલ વડોધ્રાની ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી પરંતુ આવો વ્યવહાર કરનાર સરપંચના પતિ અને બંધ બારણે ગ્રામસભા કરાવી પેપર પર કામગીરી બતાવી રહેલા તલાટીઓ પર કાર્યવાહી ક્યારે થશે??
				




