GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી,એ લપેટ, કાપ્યો છેના નારાથી ગૂજી ઉઠયુ નગરનુ આકાશ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧.૨૦૨૫

હાલોલ નગરમાં અવકાશી યુદ્ધ એવા ઉતરાયણ પર્વ ને લઈ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવાર થી જ કાઇપો છે,એ લપેટ નાં ગગન ભેદી નારાથી ગૂંજી ઉઠ્યું હતું. પ્રતિ વર્ષ કરતા આ વર્ષે પવન ની ગતિ વધારે હોવાથી પતંગ ચકાવવા માટે લોકોને ઠુમકા મારવા પડ્યા ન હતા. જોકે પવન વધારે હોવાથી ઠંડી માહોલ જામ્યો હતો.ઉતરાયણ પર્વ ને લઈ ઔધોગિક એકમો તથા મોટા ભાગની સરકારી અર્ધસરકારી કચેરી એમ બે દિવસની રજા જાહેર કરતા લોકોએ બે દિવસ પતંગ રસીકોએ ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણનો આનંદ મય રીતે લાભ લીધો હતો લોકોએ ઉતરાયણ પર્વની ઉજવણી કરવા માટે અગાઉ થી જ ધાબા ઉપર લાઉડસ્પીકર વગાડવા માટે સ્પીકર તેમજ લાઈટ બંધ રહેતા બેટરી ની વ્યવસ્થા પહેલે થી જ કરી દેવામાં આવી હતી ઉતરાયણ પર્વ ને લઇ લોકો વહેલી સવારથી જ છત પર પતંગ ચગાવવા માટે પહોંચી ગયા હતા ઉપરાંત ચાલુ વર્ષે પવન નો વેગ વધારે હોવાથી લોકોને પતંગ ઉડાવવા માં વધારે મજા આવી હતી.આકાશમાં રંગ બેરંગી પતંગો ને લઈ આકાશ પણ મેઘ ધનુષ જેવું લાગી રહ્યું હતું.લોકો કાઇપો છે,એ લપેટ નાં ગગન ભેદી નારાથી ગૂંજી ઉઠ્યું હતું.ઉતરાયણ પર્વ ને લોકોએ બે દિવસ સુધી ઊંધયું,જલેબી, ફાફડા વગેરે ની જયાફત માની હતી.નગરમાં છેલ્લા દિવસે ઉતરાયણ પર્વ ને લઈ દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી.ઉતરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.મકરસંક્રાતિ પર્વને દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા હોવાથી લોકોએ દાન પુણ્ય છુટા હાથે કરવામાં આવ્યું હતું. ગરીબોને તલ નાં લાડુ ચીકી શેરડી તથા બોર નું દાન કર્યું હતું. જયારે મહિલાઓએ ગાયને ઘુઘરી ઘાસ ખવડાવી પુણ્ય કમાયા હતા.અવકાશી યુદ્ધ પર્વ માં પતંગ રસીકો ની પતંગ ચકાવવાની મજા લૂંટી રહ્યા હતા ત્યારે આકાશમાં ઉડતા મુંગા પક્ષિઓ પતંગના દોરાથી ઘાયલ થયા હોવાના બનાવો બન્યા હતા.જેમાં બે દિવસમાં છ કબૂતર એક ઘૂવડ અને વાંદરૂં પતંગના દોરા થી ઘવાયા હતા જેમાં ત્રણ કબૂતર ના મોત નિપજ્યા હતા.જોકે આવા પક્ષીઓની સારવાર અર્થે હેલ્પ લાઇન નબરો જાહેર કરેલા હોવાને લઈ લોકોએ ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા કેટલાક પક્ષીઓની સારવાર નિયમિત સમયમાં મળતા તે પક્ષીઓનો બચાવ થયો હતો.

Back to top button
error: Content is protected !!