AHAVADANGGUJARAT

ડાંગ:વઘઈ પોલીસ મથકનાં સ્ટાફે સ્વર્ગસ્થ હોમગાર્ડના પરિવારને દિવાળીની ભેટરૂપે ૨૨ હજારની આર્થિક સહાય કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ યુનિટના સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાન ગણેશભાઈ હિતુભાઈ ચૌધરીના પરિવારને વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી સહિત  કર્મચારીઓએ દિવાળીના શુભ પર્વ નિમિત્તે હૂંફ અને આર્થિક મદદ પૂરી પાડી છે.એક મહિના પહેલા ગણેશભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયુ હતુ. ગણેશભાઈના નિધનથી શોકમાં ડૂબેલા પરિવારને આ કપરા સમયમાં મદદરૂપ થવાના શુભ આશયથી, વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી. કે.ગઢવી સહીત સમગ્ર સ્ટાફે એક અનોખી પહેલ કરી છે.પોલીસ પરિવાર આ દુઃખદ ઘડીમાં હંમેશા તેમની સાથે છે તેવી ભાવના સાથે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વેચ્છાએ ફાળો એકઠો કર્યો હતો.અને  દિવાળીના તહેવાર નિમિત્તે, વઘઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સ્વર્ગસ્થ જવાનના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન, એકત્ર કરાયેલા ₹22,000/- (બાવીસ હજાર રૂપિયા) જેટલી રકમ પરિવારને સુપ્રત કરવામાં આવી હતી.વઘઇ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ માનવીય મદદની ભાવનાએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને સકારાત્મક સંદેશ આપ્યો છે કે પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતું જ સીમિત નથી,પરંતુ જરૂરિયાતના સમયે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી પણ નિભાવે છે..

Back to top button
error: Content is protected !!