ધાંગધ્રાના રાવળીયાવદર ગામનું સબ સેન્ટર દવાખાનું જર્જરીત હાલતમાં, નવું બનેલું સબ સેન્ટર છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં

તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં છેલ્લાં ચાર વર્ષથી નિર્માણ થતાં આરોગ્ય કેન્દ્રનું કામ ખોરંભે પડ્યું છે બંધ રહેતા બિસમાર આરોગ્ય કેન્દ્રમાં જીવના જોખમે સારવાર કરવામાં આવે છે ત્યારે સરપંચ દ્વારા યોગ્ય કરવામાં આવે મુશ્કેલીઓ દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી ધ્રાંગયા તાલુકાના રાવળિયાવદર ગામે વર્ષોથી ચાલતા આરોગ્ય કેન્દ્ર ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ આરોગ કેન્દ્રની છત જર્જરિત હોવાથી કોઈપણ સમયે પડે તેવી સ્થિતિ છે આથી દર્દીઓના માથે પણ દુર્ઘટનાનો ખતરો તોળાઈ રહ્યો છે રાવળીયાવદર ગામ સહિત અન્ય ચાર ગામમાં નવા આરોગ્ય કેન્દ્રો બનાવવાની પ્રક્રિયા છેલ્લા ચારેક વર્ષધી ચાલી રહી છે જે અંગે ગામના સરપંચ રતનસિંહ સારલાએ જણાવ્યું કે કામ અધૂરું હોવાથી જૂના આરોગ્ય કેન્દ્રથી કામ ચલાવવું પડે છે આ નવા નિર્માણ થયેલા આરોગ્ય કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટરો બિલ લઈને નાસી ગયા છે અને કામ હજુ પણ અધૂરું છે જ્યારે નવા આરોગ્ય કેન્દ્રમાં બાવળોની ઝાડીઓ અને ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે આ તરફ નવા આરોગ્ય કેન્દ્રના અધૂરા કામને લઈને જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં ફરજિયાત દર્દીઓની સારવારને લીધે જે પ્રકારનું જોખમ ઊભું થઈ રહ્યું છે તેને લઈ અનેક વખત ઉચ્ચ સ્તરીય રજૂઆત કરાઈ છે પરંતુ આજદિન સુધી આરોગ્ય કેન્દ્રો કામ પૂર્ણ નથી થયું કે નથી જર્જરિત આરોગ્ય કેન્દ્રનું સમારકામ થયું જેને લઈ સ્થાનિક દર્દીઓ સારવાર અર્થે જતા ડર અનુભવી રહ્યા છે ત્યારે યોગ્ય કરવાની માંગણી છે.



