સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ, મારામારી અને જુગાર અડ્ડા ચલાવતા બે ઇસમોને પાસા હેઠળ જેલભેગા કરાયા

તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે લૂંટ, મારામારી અને જુગારનો અખાડો ચલાવનારા બે ઇસમોને પાસા પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેકટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આ સૂચનાઓમાં ખાસ કરીને આમ જનતાની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબજો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ, લૂંટ, મારામારી, હથિયારધારા, ખનીજ ખનન વહન, દારૂ, જુગારનો અખાડો ચલાવવા અને જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે પાસા જેવા કડક પગલાં લેવાનો સમાવેશ થાય છે આ સૂચનાના આધારે, એલસીબી દ્વારા આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ અને મારામારી જેવા શરીર સંબંધિત ગુનાઓ આચરનાર હર્ષદભાઈ જયંતિભાઈ સિંધવ રહે. આંબેડકરનગર, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો અખાડો ચલાવવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ મનસુખભાઈ ઉર્ફે ચકાભાઈ રણછોડભાઈ પરમાર રહે. રાજ હોટલ પાછળ આંબેડકરનગર-૧, રિવરફ્રન્ટ નજીક, સુરેન્દ્રનગર વિરુદ્ધ પાસા દરખાસ્તો જિલ્લા મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગરને મોકલવામાં આવી હતી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની ટીમે આરોપીઓની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી હતી હુકમ મુજબ મનસુખભાઈ ઉર્ફે ચકાભાઈ રણછોડભાઈ પરમારને ખાસ જેલ પાલારા ભુજ ખાતે અને હર્ષદભાઈ જયંતિભાઈ સિંધવને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા છે.





