અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજના પંચાલ રોડ ઉપર ગટરના પાણી તથા ગંદકીનો નિકાલ ન થતા તાલુકા વિકાસ અધિકારી એ મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ ને નોટિસ આપી
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૦ હેઠળના કાર્યો બજાવવામાં નિષ્કાળજી બાબતે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી એ મેઘરજ ગ્રામપંચાયત ના સરપંચ ને નોટિસ આપવામાં આવી મેઘરજ ગ્રામ પંચાયત વિસ્તારનાં પંચાલ રોડ ઉપર ગટરના પાણી તથા ગંદકી બાબતે અગાઉ રામનગરના રહીશો ધ્વારા રજુઆત કરવામાં આવેલ હતી સદર સ્થળે ડેમેજ સીસ્ટમ ભરાઇ જવાના કારણે ભરાયેલ ગંદા પાણીની ગંદકી તથા સ્થાનીક રહીશોના આરોગ્યને નુકસાન થાય તેમ છે સદર બાબતે તાલુકા વિકાસ અધિકારી મેઘરજ ઘ્વારા સુંદર પ્રશ્નનનું નિરાકરણ લાવવા વારંવાર રૂબરૂમાં ધ્વની સંદેશની તથા સોશ્યલ મીડીયાની સુચનઓ આપવા છતાં તેનું નિરાકરણ થયેલ નથી આ બાબતે અગાઉ માન કલેકટર સાહેબની કચેરી અરવલ્લી તથા માન.જીલ્લા વિકાસ અધિકારી સાહેબ ની સ્વચ્છતા કંટ્રોલ રૂમ તેમજ અત્રેની કચેરીએ પણ સ્થાનીક રહીશો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવેલ છે.ભૌમિક પંડયા તેમજ અન્ય રામનગર સોસાયટીના રહીશો ધ્વારા માન. મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે સદર બાબતે વારંવાર સુચનાઓ આપવા છતાં સ્થાનીક રહીશોના આરોગ્યને નુકશાન થાય તેવા પ્રશ્નનું નિરાકરણ છેલ્લા ૩ (ત્રણ) માસ ઉપરના સમયગાળાથી જણાવવા છતાં નિરાકરણ થયેલ નથી.જેને લઇ સુપ્રત થયેલ ગુજરાત પંચાયત ધારો ૧૯૯૩ની કલમ ૧૦૦ હેઠળ કાર્યો બજવવામાં નિષ્ફળ થયેલ હોવાનુ ફલીત ઠેળવતા કામગીરી પુર્ણ કરી દિ-૨ માં આધાર સહ ખુલાસો રજુ કરવા જણાવવામાં આવે છે.અન્યથા ગુજરાત પંચાયત ધારાની કલમ ૧૦૦ હેઠળ સુપ્રત થયેલ કાર્યો બજવવામાં નિષ્ફળ ગયેલ હોય ઉકત અધિનિયમની કલમ ૫૭(૧) હેઠળની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની દરખાસ્ત માન જીલ્લા વિકાસ અધિકારી સાહેબ ને સાદર કરવાની ફરજ પડશે.તે રીતે મેઘરજ તાલુકા પંચાયત વિકાસ અધિકારી દ્વારા મેઘરજ ગ્રામ પંચાયત ના સરપંચ ને નોટિસ આપી હતી