DAHODGUJARAT

દાહોદ શહેરના મુખ્યમાર્ગ એવા સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા નગર જનો

તા.૨૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના મુખ્યમાર્ગ એવા સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા નગર જનો

દાહોદ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. નદી,નાળા, તળાવોમાં નવા નીર જાેવા મળ્યાં હતાં. દાહોદના તમામ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયાં હતાં. તો બીજી તરફ સ્માર્ટ સીટીમાં બનાવેલા સ્માર્ટ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ઉભરાતાં સ્માર્ટ સીટીની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવાં પામ્યાં છે. તો દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં ગલી, મહોલ્લા, સોસાયટી, નિચાળવાળા વિસ્તારો તેમજ જાહેર બજારોમાં વરસાદી પાણીના જમાવડાને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદમાં સાત ઈંચથી વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયાં છે દાહોદ જીલ્લામાં ચોમાસાનો પાછલા અઠવાડીયાથી આરંભ થયો છે. પાછલા દીવસો દરમ્યાન વરસેલા વરસાદનો આંક જાેઈએ તો અત્યાર સુધીમાં જીલ્લાના ૯ તાલુકામાં સૌથી વધુ વરસાદ દાહોદમાં ૭ ઈંચ જેટલો વરસ્યો છે તેમાં આજે તા. ૨૪ના રોજ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયુ હતુ શહેરના એમ.જી.રોડ. ઉપર તો પાણી ભુગર્ભ ગટરમાંથી ઉભરાવા લાગ્યુ હતું. જીલ્લામાં સૌથી ઓછો વરસાદ સંજેલી તાલુકામાં માત્ર ૩૫ મીમી એટલે લગભગ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. દાહોદ જીલ્લાના નવ તાલુકાઓ પૈકી તા. ૨૪ના રોજ સવારના ૬ કલાકથી ૧૨ કલાક સુધીમાં ઝાલોદમાં ૨ મીમી, લીમખેડા ૭ મીમી, દાહોદમાં ૫૦ મીમી, ગરબાડામાં ૨ મીમી, દેવગઢ બારિયામાં ૧૫ મીમી, ધાનપુરમાં ૧૯ મીમી, સંજેલીમાં ૮ મીમી, સીંગવડમાં ૮ મીમી વરસાદ વરસ્યો છે. દાહોદમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ ઉપર પાણી ફેલાયા હતા. જાેકે શહેરમાં સ્ટોમ વોટર માટેની બનાવેલી પાઈપ લાઈનના કારણે મહત્તમ વિસ્તારમાં પાણી ભરાયા ન હતા જાેકે શહેરના એમ.જી.રોડ ઉપર ભુગર્ભ ગટરના પાણી લાઈનમાંથી ઉભરાયા હતા. દાહોદ જીલ્લામાં આ વરસાદ વરસતા ખેડુતોને ખુબ જ લાભદાયી રહેશે. બીજી તરફ આજના આ વરસાદને પગલે દાહોદ શહેરના સ્માર્ટ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ઉભરાઈ ગયાં હતાં. બજારોમાં સ્ટેશન રોડ, દર્પણ સિનેમા રોડ, ગોદી રોડ, ગોધરા રોડ, ગોવિંદનગર, પડાવ વિસ્તાર જેવા વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ઘુટણ સમા ભરાઈ જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નિચાળવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!