
તા.૧૯.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી ગ્રૂપ અને શ્રધ્ધા ભડંગ ના સંયુક્ત ઉપક્રમે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટન પ્રસંગે દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહિલાઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તેમના માં રહેલી કુશળતા પ્રદર્શિત કરી શકે અને મુક્ત મને રમત ની સાથે આનંદ મેળવી શકે તે માટે યોજાયેલી ટુર્નામેન્ટ માં દાહોદ ની યુવતીઓ મહિલા ઓ વિધાર્થિનીઓ સહિત અલગ અલગ 21 ટીમો એ ભાગ લીધો હતો ઉદ્ઘાટન પ્રસંગે હાજર તમામ મહિલાઓ ના ક્રિકેટ ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જુસ્સા સાથે મહિલાઓ ટુર્નામેન્ટ માં જોડાઈ હતી ત્રણ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ રવિવારે યોજાશે ત્યારે આ ટુર્નામેન્ટ માં પ્રથમ ઈનિંગ માટે ધારાસભ્ય એ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો





