કાલોલ તળાવના બ્યુટી ફિકેશન નુ કામ ખોરંભે પડ્યુ વરસાદના પાણી પાળી તોડી અંદર આવતા કરોડોના ખર્ચે તૈયાર થતા તળાવ ની પાળી કડડ ભુસ!!
તારીખ ૨૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજુર થયેલ તળાવ બ્યુટી ફિકેશન નાં કામનું ખાત મુહુર્ત તળાવ વિસ્તારમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્રારા જાન્યુઆરી ૨૦૨૩ મા કરવામાં આવ્યુ હતુ કરોડો રૂપિયાના ખર્ચે બનતા કાલોલ તળાવ ના બ્યુટી ફીકેશન ની ચોતરફે અમુક અંતરે મોટા મોટા પાઇપો નાખી ઉપર માટી અને કવોરી ડસ્ટ નાખી પુરાણ કરી રસ્તો બનાવેલ છે અને તળાવની બાઉન્ડ્રી ઉપર સિમેન્ટ કોન્ક્રીટ નો પીલર મૂકવામાં આવ્યો છે મંગળવાર વહેલી સવારથી ભારે વરસાદ થતા પાણી તળાવમાં આવ્યુ હતુ અને હાઈવે તરફ ના પુરાણ કરેલા રસ્તા ને ધોઈ નાખી આખો રસ્તો તોડી નાખી અંદર પ્રવેશી ગયેલ જેને પરિણામે હાઇવે તરફના ભાગ નુ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે. આ બાબતે કાલોલ નગરપાલિકા ના ચીફ ઓફીસર નો સંપર્ક કરતા કોન્ટ્રાકટર નુ કામ હજુ ચાલુ છે. ભારે વરસાદ થી ધોવાણ થયું છે કોન્ટ્રાકટર પુનઃઆ કામ કરી આપશે તેમ જણાવ્યુ હતુ.