સંતરામપુર ગોધરા ભાગોળ ચોકડી થી શરૂ કરીને કોલેજ રોડ પર આવેલી ગટર લાઇનની કામગીરી અધૂરી રહેતા વેપારીઓમાં ઉગ્ર રોષ

સંતરામપુર ગોધરા ભાગોળ ચોકડી થી શરૂ કરીને કોલેજ રોડ પર આવેલી ગટર લાઇનની કામગીરી અધૂરી રહેતા વેપારીઓમાં ઉગ્ર રોષ
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

10 દિવસથી કામગીરી બંધ હોવાનો આક્ષેપ, 10થી 15 જેટલા ગટરના ભૂંગળા રસ્તા પર મૂકાતા ટ્રાફિક જામ અને ધંધાને અસર થયુ હોવાથી વેપારીઓ માં તીવ્ર રોષની લાગણી ફેલાયેલી જોવા મળે છે.
સંતરામપુર શહેરના કોલેજ રોડ વિસ્તારમાં નાના-મોટા ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા નગરપાલિકા અને વહીવટી તંત્ર સમક્ષ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.
આ વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા રોડની બંને બાજુ ગટર લાઇન નાખવાની કામગીરી છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી હાથ ધરવામાં આવી છે.
વેપારીઓના આક્ષેપ મુજબ, ગટર લાઇનની કામગીરી છેલ્લા 10 દિવસથી વધુ સમયથી કોઈક કારણસર બંધ કરવામાં આવી છે.
કામગીરી શા માટે અટકાવવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી વેપારીઓને આપવામાં આવી ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે શહેરમાં વિકાસના કામો થાય તે આવકાર્ય છે, પરંતુ વિકાસના કામ દરમિયાન નગરજનો, રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે આયોજન થવું જરૂરી છે.
વધુમાં વેપારીઓના જણાવ્યા પ્રમાણે, સંતરામપુર ના કોલેજ રોડ વિસ્તારમાં રસ્તાની વચ્ચે અથવા અવરજવરમાં નડતરરૂપ બને તે રીતે 10થી 15 જેટલા ગટરની (પાઈપો )નાળાઓ મૂકવામાં આવ્યા હોવાના કારણે વેપાર-ધંધા ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે.
વેપારીઓએ લાગતા વળગતા વહીવટી તંત્રને માંગ કરી છે કે અધૂરી રહેલી ગટર લાઇનની કામગીરી હજુસુધી પુરી નહી થતા પારાવાર મુશકેલી ઉભી થઈ છે.
અને રસ્તા પર નડતરરૂપ બનેલા ગટરના નાળાઓ તથા અન્ય અવરોધોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવેને આ ગટરની બાકીરહેલ કામગીરી તવરીત પુરી કરાય તેવી લોકમાગ ઉઠી છે.,
જેથી રાહદારીઓ અને વાહનચાલકોને તથા વેપારીઓ ને પડતી હાલાકી દૂર થાય તેમજ વેપારીઓના ધંધા-રોજગાર પર પણ અસર ન પડે.. અને મુશકેલી દુર થાય તે માટે
વહીવટી તંત્ર અને સંતરામપુર નગરપાલિકા દ્વારા આ બાબતે તવરીત કાર્યવાહી કરવામાં આવે એવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.




