BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો

ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિષ્ઠુર જનેતાએ વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે બાળકને ત્યજી દેતા લોકો ફિટકાર વરસાવી રહ્યા છે

ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.આ અંગેની થતાં હાંસોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે.વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનેતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!