GUJARATSURENDRANAGAR

થાનગઢના ખાખરાળી ગામે પાણીની ટાંકીથી હજારો લીટર પાણી બિસ્માર રોડ પર ફરી વળતા કીચડરાજથી હાલાકી

તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ખાખરાળી ગામે પાણીની ટાંકીથી પાણી વિતરણ માટે પાઇપલાઇન નાંખવામાં આવી હતી પરંતુ પાણીની લાઇન તૂટી જતા અનેક લીટર પાણી બગાડ થયો હતો જ્યારે બિસમાર રસ્તા પર ફરી વળતાં કીચડરાજ ફેલાયું છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગામડે ગામડે જલથી નળ સુધીની યોજના કારગત નીવડેલ છે દરેક ગામડે પાણી પણ મળે છે પણ ખાખરાળી ગામમાં બીજા એવા ઘણા ગામડા છે થાન તાલુકાના કે જ્યાં પાણીનો ટાંકો બનાવવામાં આવેલ નથી નીચેના સંપમાં સ્ટોર કરીને પાણી ગામડામાં વિતરણ કરવામાં આવે છે બીજુ ગામડામાં દરેક મકાન અને રોડ લેવલ હોતા નથી આથી પાણી પૂરા પ્રેશરથી મળતું નથી દૂરના એરીયાના લોકોને તો પાણી મળતું નથી આથી જે ગામડામાં પાણીના ટાંકા બનેલ નથી સંપ ઉપર આધારિત છે તેવા ગામડાઓમાં ગ્રાન્ટોમાંથી જો આ પાણીના ટાંકા બનાવી દેવામાં આવે તો ખરેખર આ યોજના સફળ થઈ ગણાશે ત્યારે થાનગઢના ખાખરાળી ગામમાં ટાંકીમાંથી પાણીની લાઇનમાંથી પાણી વિતરણ થતું હતું પરંતુ ખાખરાળી ગામની વચ્ચે રામદેવપીરનું મંદિર આવેલ છે જ્યાં પાણીની પાઇપલાઇન તૂટી જતા વધારાનું ખોટું પાણી વહી જાય છે આમ હજારો લિટરનું નુકસાન થાય છે આ અંગે દેવાભાઈ સરપંચે જણાવેલ કે રામદેવપીરના મંદિર પાસે કોઈકે કનેક્શન લેવા બાબતે પાઇપલાઇન તોડી હતી આથી ત્યાં લીકેજ થતા પાણી વહી જાય છે અત્યારે પાણી સંપમાંથી દેડકો મૂકીને વિતરણ કરવામાં આવે છે જે પૂરા પ્રેશરથી ગામમાં આવતું નથી આ પાણીની પાઇપલાઇન વેલામાં વહેલી તકે બદલી નાખવામાં આવશે જેથી કરીને મંદિરમાં આવવા જવા માટે લોકોને તકલીફ ન પડે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!