ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનરે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી, બેઠક બાદ હવે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર અટકે તો સારુ…!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનરે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી, બેઠક બાદ હવે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર અટકે તો સારુ…!

ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘએ અરવલ્લી જિલ્લાની શુક્રવારે મુલાકાત લીધી હતી.તેઓએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.મહત્વની બેઠકમાં જિલ્લા કલેક્ટર,DDO, ASP સહિત,ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગને મળેલી તકેદારી અન્વયેની મુદ્દાઓ વિશે ચર્ચા કરી, સાવચેતીના પગલા લેવાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.કલેક્ટરને જિલ્લામાં કોઇ પણ ઘટના અથવા સમાચારને ધ્યાને લઈને પગલા ભરવામાં આવે છે તેવી જાણકારી આપી હતી.સાથે જિલ્લામાં અન્ય મુખ્ય વિભાગોમાં થતી પારદર્શી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા.રાજ્યના વિજિલન્સ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ, અરવલ્લી જિલ્લામાં તકેદારી વિષયક મુદ્દાઓને ધ્યાને લઈને જાગૃતતા ફેલાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.પરંતુ હવે જોવાનું એ રહેશે કે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ ના આશીર્વાદથી રોડ રસ્તા, સરકારની અનેક યોજનામાં અને વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે તે એક સવાલ છે.થોડા દિવસ પહેલા આપણા મંત્રીએ પણ ભ્રષ્ટાચારના ગરનાળા નું નિરીક્ષણ કરી,ગુણવત્તાયુક્ત કામો કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી, જિલ્લામાં આઉટસોર્સિંગ કર્મચારીની ભરતી માં પણ અધિકારીઓ ધારે એને નિમણુંક આપી દે છે.જેના કારણે અન્ય અરજદારો સાથે અન્યાય થતો હોય છે.આવી નીતિઓના કારણે જ છેલ્લા ત્રણ માસમાં ચાર જેટલા ભ્રષ્ટ કર્મચારી ACBના લોચ લેતા ઝડપાયા છે.આ તમામ મુદ્દાઓ પર જિલ્લા કલેકટર જો વિશેષ ધ્યાન આપશે તો વહીવટ માં પારદર્શકા જરૂર આવશે.

Back to top button
error: Content is protected !!