GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ જુના ચોરા સામેના કચેરી રોડ ઉપર પાલિકાની પાણીની લાઈનમાં સર્જાયેલા લિકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ.

 

તારીખ ૦૪/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જુના ચોરા કસ્બા તલાટી ઓફીસ સામેના કચેરી રોડ ઉપરથી પસાર થતી કાલોલ નગરપાલિકા ની પાણીની પાઇપ લાઈન પાછલા બે દિવસોથી લિકેજ સર્જાતા પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાત વિગતો અનુસાર કાલોલ શહેરના જુના પોલીસ સ્ટેશન પાછળ ભાગે કચેરી રોડ સ્થિત નગરના વિવિધ વિસ્તારોમાં પાણી પહોંચાડતી મુખ્ય પાણીની લાઈનમાં લિકેજ સર્જાતા પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. કાલોલ નગરપાલિકા ની પાણીની પાઇપ લાઇન ચારથી પાંચ ફૂટ જમીન નીચેથી પસાર થતી હોવાથી આ જગ્યાએ પાછલા બે દિવસોથી લિકેજ સર્જાતા પાણીનો ઘણો વેડફાટ થતો રહ્યો છે અને પાઇપ લાઈન પર લિકેજથી સર્જાયેલો પાણીના વેડફાટને પગલે લિકેજ ધરાવતી જગ્યાએ સહિત રોડ રસ્તાઓ પર લિકેજનું પાણી જમા થઈને જમાવડો થતાં વાહન વ્યવહારને અકસ્માત સર્જાયાની સંભાવના સાથે નુકસાન થવાની વકી સર્જાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલા ઉનાળાના દિવસોમાં એકતરફ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નિયમિત પહોંચી શકતું નથી અને અનેક ગામોમાં પાણીની લોકબૂમ ઉઠવા પામે છે.લોકો પાણી અંગે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એવા કપરા દિવસોમાં પાછલા બે દિવસોથી થતા રહેલા પાણીના વેડફાટ અંગે જવાબદાર તંત્ર દ્વારા સત્વરે લિકેજ સ્થળે સમારકામ કરવામાં આવે અને લિકેજ બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!