વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીરના ઢોંગીઆંબા ગામના રૂઈપાડા ફળિયામાં લગ્ન મંડપ નજીક ગેરકાયદેસર રીતે પૈસા વતી ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા 3 જુગારીઓને સુબીર પોલીસે ઝડપી પાડયા છે.સુબીર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીના આધારે સુબીર પોલીસ સ્ટાફના માણસો એ ઢોંગીઆંબા ગામના રૂઈપાડા ફળિયામાં લગ્ન મંડપ નજીક રેડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી (૧) વિજયભાઇ લક્ષ્મણભાઈ વળવી (ઉ.વ.૪૮ રહે. ઢોંગીઆંબા નિચલુ ફળીયુ તા.સુબીર. જી.ડાંગ), (૨) રાહુલભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪, રહે. ઢોંગીઆંબા રુઇપાડા ફળી યુ તા.સુબીર, જી.ડાંગ) તથા (૩) ફિનાસભાઈ નગીનભાઈ ગામીત( ઉ.વ. ૩૨, રહે. કોશિમદા તા. વઘઈ જી,ડાંગ) ને ઝડપી પડ્યા હતા.તેમજ સ્થળ પર આ ત્રણેય ઈસમો ગોળ કુંડાળુ કરી ગંજી પાના વતી હાર જીતનો જુગાર રમતા હતા તે જગ્યાએ અલગ અલગ કલરના ગંજી પાના પડેલ હતા. તેમજ પોલીસે સ્થળ પરથી 680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને સુબીર પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..