ARAVALLIGUJARATMODASA

મોડાસા: કોકાપુર દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા રૂ.૧૦.૩૬ લાખની ઉચાપત કેસમાં કુલ 13 આરોપીઓ વિરુદ્ધ ટીંટોઇ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા: કોકાપુર દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા રૂ.૧૦.૩૬ લાખની ઉચાપત કેસમાં કુલ 13 આરોપીઓ વિરુદ્ધ ટીંટોઇ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મોડાસા તાલુકાના કોકાપુર ગામે સહકારી દૂધ મંડળીમાં મંડળીના સેક્રેટરી એ જ પદ ઉપર રહી દોઢ વર્ષમાં રૂ.૧૦.૩૬ લાખની ઉચાપત કરી હોવાનું ઓડિટમાં ખુલ્યું હતું.મંડળીના સેક્રેટરીએ મંડળીની જુદાજુદા વાઉચર બનાવી માતબર રકમ ઉપાડી લઈ મંડળીમાં જમા નહી કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતાં આ સેક્રેટરી વિરૂદ્ વિશ્વાસઘાતનો ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ બાદ વ્યવસ્થાપક કમીટીના (૧) પટેલ ભરતભાઇ પૂજાભાઇ (ચેરમેન) (૨)પટેલ દિલીપભાઇ રેવાભાઇ (વા.ચેરમેન) (૩) પટેલ વિશાલભાઇ પ્રેમજીભાઇ(૪) પટેલ મિનેષભાઇ ઇશ્વરભાઇ (૫) વાળંદ મનુભાઇ પ્રભુદાસ (૬)પટેલ અમિષાબેન ડાહ્યાભાઇ (૭) પટેલ રાજેશભાઇ રામાભાઇ (૮)પટેલ રજનીભાઇ જયંતીભાઇ (૯)પટેલ ભરતભાઇ શામળભાઇ (૧૦) પટેલ સરીતાબેન રાજેશભાઈ (૧૧) પટેલ અનિતાબેન નરેશભાઇ (૧૨) પટેલ ભગવતીબેન દિલીપભાઇ (૧૩) ચમાર હરેશભાઇ આંબાભાઇ નાઓ વિરૂધ્ધ ટીંટોઇ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!