ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજમાં તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું નગર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું નગર

 

મેઘરજ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં પી.સી.એન. હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઘેલીમાતા મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ NCC અને NSSના કેડેટ્સ જોડાયા હતા. પોલીસ જવાનો અને નાગરિકોએ પણ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને તિરંગાના જયઘોષથી સમગ્ર મેઘરજ નગર ગુંજી ઉઠ્યું હતું. માર્ગો પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો યાત્રાને આવકારવા માટે ઉપસ્થિત રહ્યા હતા.તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને રાષ્ટ્રધ્વજના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ, કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!