GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મહીસાગર જિલ્લાના મતદારો ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર  નેહા કુમારી દ્વારા મહીસાગર જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે MOU કરવામાં આવ્યા. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં ૧૦૦% રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા MOU કરવામાં આવ્યા.

આ MOU થી મહીસાગર જિલ્લાની ૩૨૨ વ્યાજબી ભાવની દુકાનો તથા તેના ૧.૪૯ લાખ ગ્રાહકો અને જિલ્લાની ૧૪ ગેસ એજન્સીઓ તથા તેના ૧.૭૧ લાખ ગ્રાહકોમાં મતદાર જાગૃતિ ઘ્વારા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મહીસાગર લુણાવાડા દવારા અનુરોઘ કરવામાં આવ્યો.

આ અવસરે જિલ્લા કલેકટર  નેહાકુમારીએ આ સંગઠનોને લોકસભા ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની જનજાગૃતિની પહેલને બિરદાવી અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ગેસ એજન્સી અને વાજબી ભાવની દુકાનો સાથે નાગરિકો જોડાયેલા હોય છે જેથી તેમના દ્વારા મતદારોમાં વ્યાપક પ્રમાણમાં જાગૃતિ આવશે અને લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. તેમણે જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના આ પર્વને ગર્વભેર ઉજવવા અપીલ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!