કેશોદમાં અગતરાય રોડ પર પાણીના ટાંકા પાસે ઘણા સમય પહેલા જ્ઞાતિ દ્વારા ખરીદવામાં આવેલ જમીન પર સમાજના પ્રસંગો તથા કાર્યો માટે વાડીનું બાંધકામ કરવામાં આવેલું છે જેનું આજરોજ લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં હવન સત્યનારાયણ કથા તથા જ્ઞાતિનું સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલું હતું જ્ઞાતિના પ્રમુખ રમેશભાઈ માવદીયા તથા મંત્રી અશોકભાઈ ભુંડિયા ના જણાવ્યા પ્રમાણે આ વંડીનું નિર્માણ થતા જ્ઞાતિબંધોએ કોઈપણ પ્રસંગો કરવા માટે બીજા સમાજમાં જવું નહીં પડે આ કાર્ય માં સમાજના કારોબારી સભ્યો સમાજના સૃષ્ટિઓ તેમજ આગેવાનો દ્વારા તન મન ધન થી સાથ અને સહકાર આપેલો હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ