DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા શહેરની SBI બેન્ક પાસે આડેધડ પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ફૂટપાટ ઉપર દબાણ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી

તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની મેન બજારમાં એસબીઆઇ બેન્ક પાસે વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર સામાન મેકીને દબાણ કરવામાં આવી રહ્યા છે અને આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક સમસ્યા વકરી ત્યારે લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરતા અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે ધ્રાંગધ્રા શહેરમાં હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાનનો તહેવારને લઇ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે પરંતુ શહેરની મેઇન બજાર, એસબીઆઇ બેન્ક પાસે, શક્તિચોક, રાજકમલચોક, ઝાલા રોડ, શાકમાર્કેટ રોડ, રોકડીયા હનુમાન સર્કલ સહિતના મુખ્ય રસ્તાઓ પર આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર પોતાનો સામાન રાખીને અને લારીઓ જ્યાં ત્યાં ઉભી રહેતી હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે આ અંગે નવ નિમણૂક સીટી પીઆઇ એમ યુ માસી દ્વારા દબાણો અંગે તાત્કાલીક કડક કાર્યવાહી કરી ટ્રાફિક સમસ્યા દુર કરવા આવી હતી છતાં પણ વેપારીઓ દ્વારા ગણકારવામાં આવતું નથી ટ્રાફિક સમસ્યા યથાવત છે ત્યારે આ અંગે ડીવાયએસપી જે ડી પુરોહિતએ જણાવ્યુ કે પોલીસ હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડને સુચના આપી તહેવારમાં અલગ અલગ પોઇન્ડ પર પોલીસ જવાનો ઉભા રાખી વાહનચાલકો અને લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ છતાંય ટ્રાફિક સમસ્યા એમનામ યથાવત જોવા મળી રહી છે ત્યારે લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે શક્તિ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધી વેપારીઓ દ્વારા ફૂટપાટ ઉપર દબાણ કરવામાં આવે છે જેમાં પોલીસ દ્વારા તાત્કાલિક આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!