GUJARATKUTCHMANDAVI

ભારતીય વાયુ સેનામાં ‘અગ્નિવીરવાયુ’ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૦૮ જાન્યુઆરી : ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવા અને દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવાઈ છે. જેમાં ધોરણ ૧૨ પાસ ઉત્તિર્ણ અને ૧૬.૫ વર્ષથી ૨૦ વર્ષની વય ધરાવતા અપરિણીત પુરુષ તેમજ મહિલા ઉમેદવારો ભારતીય વાયુસેના અગ્નિવીર તરીકે જોડાવા ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આગામી તા.૨૭/૦૧/૨૦૨૫ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગતો તેમજ અરજી કરવા માટે ભારતીય વાયુ સેનાની https://agnipathvayu.cdac.in/AV/ વેબસાઈટની મુલાકાત લેવા ઉમેદવારોને અનુરોધ છે.

Back to top button
error: Content is protected !!