GUJARATIDARSABARKANTHA

વસાઇ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

 

વસાઇ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

******

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના વસાઇ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીની માનવ જીવનમાં અગત્યતા અને દેશી ગાયથી ખેતી થકી માનવ સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદાઓ વિષે ખેડૂતોને માહિતી આપી હતી. ખેડૂતોએ પોતાના ઘર પુરતી શાકભાજી અને ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવાની બાહેંધરી આપી હતી.આ તાલીમમાં સરપંચશ્રી, ટી.એમ.ટીશ્રી એસ એમ ડામોર, એફ.એમ.ટીશ્રી પ્રકાશભાઈ એ સોલંકી, તલાટીશ્રી તથા ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!