AHAVADANGGUJARAT

સુબીર તાલુકાના ગારખડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

વાત્સલયમ સમાચાર

     મદન વૈષ્ણવ

ખેડુત માસ્ટર ટ્રેનર શ્રી ગમનભાઇ ઠાકરેએ બીજામૃત અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપી..

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ  તાલીમ અંતર્ગત તાજેતરમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગારખડી ક્લસ્ટરના ગામોમાં ખેડુત માસ્ટર ટ્રેનર શ્રી ગમનભાઇ ઠાકરે દ્વારા ખેડૂત તાલીમ યોજી બીજામૃત અને જીવામૃતથી થતા ફાયદા વિશેની માહિતી આપી હતી.

આ તાલીમ દરમિયાન ઉપસ્થિતિ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ચાર મુખ્ય સ્તંભો અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને જીવાત નિયંત્રણ માટેના પ્રાકૃતિક ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વધુમાં શ્રી ગમનભાઇ ઠાકરેએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો તથા ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત પાક ઉત્પાદનના લાભો વિશે સમજણ આપી હતી.

તાલીમના અંતે સૌ ખેડૂતોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, રાસાયણિત ખાતરથી આપણી જમીન બંજર બની રહી છે. જેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે.

Back to top button
error: Content is protected !!