BANASKANTHAGUJARATKANKREJ
શ્રી ઊણવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું..
શ્રી ઊણવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું..

શ્રી ઊણવિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું..
ઓગડ તાલુકાના ઊણ ખાતે આવેલ શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ,કોમર્સ અને સાયન્સ કોલેજમાં પર્યાવરણ સંવર્ધન અને હરિયાળી ક્રાંતિના સંદેશ સાથે વનવિભાગના અધિકારી એન.એચ.યોગીની ઉપસ્થિતિ માં લીમડો, ગુલાબ, મહેદી, કણઝી, બોરસલી, સપ્તપરણી, વગેરેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અશ્વિની દરજી,સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ ચૌધરી સહીત સ્ટાફ પરિવારે ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષોનું રોપણ કરેલ. ઉપસ્થિત અતિથિઓ દ્વારા પર્યાવરણનું જતન કરવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેમનું જતન કરવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530