BANASKANTHAGUJARATPALANPUR

ટોકરીયા ગ્રામ્ય લેવલે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરતા આદિવાસીઓ

16 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ટોકરીયા ગ્રામ્ય લેવલે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરતા આદિવાસીઓ
યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે જિલ્લામાં તેમજ તાલુકા લેવલે થતી હતી પરંતુ પ્રથમ વખત પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે નવમી ઓગસ્ટના દિવસે ભવ્ય ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી.મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો પોતાના ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે પારંપરિક વેશભૂષામાં દૂર દૂરના ગામડેથી આવ્યા હતા. આ રેલીની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ મહાન જનનાયકોને પુષ્પાંજલિ આપી કરવામાં આવી હતી. ડો.બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા, શબરીમા, રાણા પૂંજા, તાત્યા મામા, એકલવ્ય જેવા મહાન જનનાયકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આદિવાસી દીકરીઓએ સરસ મજાના આદિવાસી નૃત્યો રજૂ કર્યા હતા. શાળામાં ભણતા બાળકોએ વેશભૂષામાં ધનુષ્યબાણ સાથે આદિવાસી જંગલ રખવાલા ગીત રજૂ કર્યું હતું.પછી ડિજેના તાલે તેમજ સૂત્રોચાર સાથે રેલીનું ગામમાં પ્રસ્થાન થયું હતું. સમાજમાં જાગૃતિ આવે, બાળકો શિક્ષણ મેળવે, કુરિવાજો ત્યાગે, સંસ્કૃતિનું જતન થાય તે આ રેલીના આયોજનનો મુખ્ય હેતુ હતો. આ પ્રસંગે સમાજના પ્રમુખશ્રી નારણભાઈ એસ. ડીયા સાહેબ ,મંત્રીશ્રી , ખજાનચી તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટોકરીયા ગામના આદિવાસી સમાજના તમામ લોકો તેમજ ગ્રામજનોએ સાથ સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આદિવાસી શિક્ષક રામજીભાઈ રોટાતર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સમાજના તેમજ ગામલોકોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!