BANASKANTHAPALANPUR

ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના તબીબોની પેટના રોગો અંગે કોન્ફરન્સનું સૌપ્રથમ વાર ભવ્ય આયોજન

21 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના પાચનતંત્રનાં તબીબોની “એડવાન્સ ગેસ્ટ્રોકોન” બે-દિવસીય કોન્ફરન્સનુ સૌ પ્રથમવાર માઉન્ટ આબુ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના કાર્ડિયોલોજી અને મેડિસિન વિભાગના ડાયરેક્ટર ડો.સતિષ ગુપ્તાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી આ કોન્ફરન્સનો શુભારંભ કરવામા આવ્યો હતો.એડ્વાન્સ ગેસ્ટ્રોકોન કોન્ફરન્સમાં ગુજરાત રાજયના પાચનતંત્ર ના રોગોના પ્રખ્યાત, અનુભવી-નિષ્ણાત ગેસ્ટ્રો એનટ્રોલોજીસ્ટ ડો.નિલય મહેતા, ડો.વેંકટ અય્યર, ડો.વૈભવ સોમાણી, ડો.ધૃવિન શાહ, ડો.રાધિકા ચવન તથા ડો.સંજય રાજપુતની ટીમે તજજ્ઞ તરીકે વિશેષ ઉપસ્થિત રહી પેટ-લીવર અને આંતરડાનાં વિવિધ રોગ અને તેના નિવારણ બાબતે ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ઉતર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના 130 થી વધુ સર્જન અને ફીઝીશીયન ઉપસ્થિત રહ્યાં હતાં.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બનાસકાંઠાના નામાંકિત ફિઝીશિયન ડો.સુરેન્દ્ર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તેમના સુપુત્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનાં એકમાત્ર ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.એકાંત ગુપ્તા દ્રારા કરવામાં આવ્યુ હતું. આ કોન્ફરન્સનું સફળ સંચાલન ભૂમિ ગુપ્તા અને ડો હેમેન્દ્ર જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ દ્વિ-દિવસીય કોન્ફરન્સને સફળ બનાવવા નિર્દોષ ગુપ્તા,મોનિકા ગુપ્તા, સતિષ ગુપ્તા,નયન ચત્રારિયા,જયંતભાઇ પટેલ,અમિત પટેલ,ભગવાનભાઇ મણવર સહિત મગનભાઇ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!