BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં બાર ફૂટ લાંબા મહાકાય અજગર ને રેસ્ક્યુ કરાયો 

27 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

અંબાજી માં બાર ફૂટ લાંબા અજગરને હાલ તબક્કે ડબલ ઋતુ ભેગી થતા જેમ મનુષ્ય માં આરોગ્ય સુખાકારી ઉપર અસર થતી હોય છે તેજ રીતે જંગલી જાનવરો ઉપર ડબલ ઋતુ ની અસર જોવા મળી રહી છે કદી જોવા ન મળ્યા હોય તેવા મહાકાય અજગર કેટલાક રહેણાંક વિસ્તારો માં જોવા મળી જાય છે 10 દિવસ અગાઉ અંબાજી નજીક પાંછા ગામે થી 14 ફૂટ લાંબા એનાકોન્ડા જેવા મહાકાય અજગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વાર બ્રહ્મપુરી પાછળ ના વિસ્તાર માંથી વધુ એક બાર ફૂટ લાંબા મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અંબાજી માં સાપ અને અજગર જેવા જાનવરો ને રેસ્ક્યુ કરવાની કામગીરી કરતા સાંખલા પરિવાર ના પાર્થિવ સાંખલા તેમજ કમલેશ સાંખલા આ મહાકાય અજગર ને રેસ્ક્યુ કરી વનવિભાગ ને સોંપવામાં આવતા તેનો જંગલ વિભાગ માં નિકાલ કરવામાં આવ્યો હતો જોકે આ રેસ્ક્યુ કામગીરી થી જાનવર નો જીવ બચે છે અને લોકો નો ભય પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!