અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિરને NQAS રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત,જાબચિતરીયા પીએચસી તેમજ ડચકા સબસેન્ટરે આ સિદ્ધિ હાંસલ કરી
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સિદ્ધિએ પહોંચી છે. જીલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ એચ.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું દિલ્હી NHSRC ની ટીમ દ્વારા NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભિલોડા તાલુકાનું પીએચસી-જાબચિતરીયા અને મેઘરજ તાલુકાનું પેટા આરોગ્ય કેન્દ્ર-ડચકા ને દિલ્હીની NHSRC ટીમ દ્વારા NQAS (National Quality Assurance Standards) હેઠળ નોંધપાત્ર સ્કોર સાથે રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત થયું છે.
• જાબચિતરીયા પીએચસી: 95.60%• ડચકા સબસેન્ટર: 89.33% આ સિદ્ધિ જિલ્લામાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનું પ્રતિબિંબ છે, જેમાં માતૃત્વ, બાળ સંભાળ, રસીકરણ, ઓપીડી, ડિલિવરી, કિશોર આરોગ્ય અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ બરંડા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિમલ ખરાડી, ડૉ.એ.એ.બલાત અને મેડિકલ ઓફિસર ડૉ.અનીલ નીનામા, ડૉ.નરેશ ડામોર ,આયુષ તબીબ કોમલબેન પટેલ,કોમ્યુનિટી હેલ્થ ઓફિસર-છાયાકુમારી ખરાડી સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ ધ્યાને લઈ આ સિદ્ધિ મળી છે.આમ, ઉપરોક્ત આયુષ્યમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કવોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ મળતા વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.