
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
પટેલ છાપરા ગામે તબેલામાંથી બે ભેંસો ચોરાઈ,બે દિવસમાં ચોરીની બે ઘટના, ઇસરી પોલિસના નાઈટ પ્રેટોલિંગ સામે સવાલ
હાલ એક બાજુ નવરાત્રી નો સમય ચાલુ છે તો બીજી બાજુ ચોરો એ હવે ચોરીની ઘટનાઓ આદરી હોય તેવું લાગી રહ્યું છે શિયાળા ની હજુ તો શરૂઆત થઇ નથી ત્યાં ગામડાઓ માં ચોરીઓ ની શરૂઆત થઈ ચુકી છે. પોલીસના નાઈટ પ્રેટોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાબે દિવસ પહેલા મેઘરજ શહેર તેમજ ગામડાઓ માં પૂજાપુર ગામે ચોરો એ ચોરીને અંજામ આપ્યો હતો અને વધુ એક બે દિવસમાં ત્રીજી ઘટના ચોરીની સામે આવી છે જેમાં મેઘરજ તાલુકામાં પટેલ છાપરા ગામે ગધરાત્રીના સમયે એક તબેલા માંથી બે ભેસો ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી અનુસાર પટેલ છાપરા ગામના ગોધા સુશીલાબેન કાનાભાઈ નામના મહિલાના પોતાના તબેલા પર ગુજરાન કરે છે ત્યાં મહિલા પર મોટી આફત આવતા પોતાની વેદના વ્યકત કરતા મહિલા રડી પડી હતી જેમાં તબેલાની અંદર વહેલી સવારે દૂધ કાઢવા માટે ગયેલ અને ત્યાં અચાનક ભેંસો પર નજર કરતા જોયું તો તબેલામાં બે ભેંસો ન હોવાથી ચિંતાતુર બન્યા હતા અને આજુબાજુ બેસો ચોરાયા હોવાની વાત કરેલ રહેલી બે ભેંસો કોઈ અજાણ્યા લોકો ચોરી ગયા હોવાની હાલતો માહિતી પ્રાપ્ત થઇ છે તબેલા પર ગુજરાન ચલાવતા મહિલા ને 1 લાખ રૂપિયાનું નુકશાના વેઠવાનો વાળો આવ્યો છે
ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં સતત બે દિવસમાં બીજી ઘટના ચોરીની સામે આવી છે હાલ ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરી અંગેના ભેદ ખુલતા નથી અને સતત ચોરીનું પ્રમાણ વધતું જાય છે. નવાગામ ગામે કંટાળું મંદિર ખાતે અને રામદેવપીર મંદિર માં થયેલ ચોરી ના ચોરો ને હજુ પોલીસ શોધી શકી નથી. નવાઈની વાત તો એ છે કે cc tv સ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસ ચોરને શોધી શકતી નથી





