BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં કોંગ્રેસના બે આગેવાન પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
સમીર પટેલ,ભરૂચ
લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યું હતું
ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી. આ બેઠક પરથી આપમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડયાં હતાં . ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવતાં કોંગ્રેસમાં ભડકો થયો હતો અને કેટલાય આગેવાનો નારાજ થઇ ગયાં હતાં.
મરહુમ સાંસદ અહમદ પટેલની દીકરી મુમતાઝે પણ આ બેઠક પરથી ટિકિટ માગી હતી પણ ટિકિટ ન મળતાં તેઓ ચૈતર વસાવાના પ્રચાર માટે ભરૂચ આવ્યાં સુધ્ધા ન હતાં. બીજી તરફ કેટલાય કોંગી આગેવાનોએ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી જેની ફરિયાદો મોવડી મંડળને કરવામાં આવી હતી. ફરિયાદોની તપાસ બાદ ભરૂચના સરફરાજ શેખ અને ઇલ્યાસ બક્ષે પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનું સામે આવતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયાં છે.