અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી: હનુમાનજી મંદિર પાસે કાર પલટી ખાઈ, બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના નેશનલ હાઇવે પર હનુમાનજી મંદિર નજીક આજે રતનપુર તરફથી આવી રહી હતી તે કાર ધડાકાભેર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાનું તીવ્ર અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે શામળાજી પોલીસ પણ તરતજ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.કારમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક લોકોએ બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ શામળાજી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને કાર પલટી ખાવાના કારણો અંગે વિગતો મેળવી રહી છે.અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસની તત્કાલ કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.