કાલોલ ના અલવા આંટા અમૃત વિધાલય પાસે રોડ ઉપર પુરઝડપે રિક્ષા હંકારતા પલ્ટી ખાઈ જતા બે મહિલાઓ ઈજાગ્રસ્ત.

તારીખ ૦૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનમાં તરવડા ગામના દીક્ષિતભાઇ પટેલ દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા ગત ૨૯/૦૩ ના રોજ તેઓના માતા લીલાબેન ગામના અન્ય મહિલા વિદ્યાબેન સાથે રાબોડ ગામે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે સીએનજી રિક્ષા જીજે ૦૬ એ ડબલ્યુ ૫૫૬૧ મા બેસીને જતા હતા ત્યારે રિક્ષા ચાલકે અલવા આંટા અમૃત વિધાલય પાસે રોડ ઉપર પુરઝડપે પોતાનું વાહન ચલાવી રોડ ઉપર રીક્ષા પલટી ખવડાવી દેતા રિક્ષામાં બેસેલા વિધાબેનને ડાબા હાથે અને શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે ફરિયાદીના માતા લીલાબેન ને ડાબા ખભાને ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્ત ને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાથી બંને ને વધુ સારવાર માટે ગોધરા સીવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં વિદ્યાબેનને દાખલ કરી લીલાબેનને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા જેબાદ તેઓના પુત્ર દ્વારા કલોલ પોલીસ સ્ટેશનમાં સીએનજી રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






