GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા: ઘનશ્યામ ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગના આકસ્મિક દરોડા, ₹33,785નો બિનહિસાબી જથ્થો સીઝ કરાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ: જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે હાથ ધરાયેલી કડક ઝુંબેશ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સી પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. લકઝુરા હોટલ પાછળ આવેલ એજન્સીના ગોડાઉનમાં તપાસ દરમિયાન 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સ્ટોક રજિસ્ટર સાથે મેળવણું કરતા, 17 ભરેલા ગેસ બોટલ વધારાના એટલે કે બિનહિસાબી મળી આવ્યા હતા. આ ગેરરીતિ બદલ પુરવઠા વિભાગે કુલ ₹33,785ની બજાર કિંમતનો જથ્થો સીઝ કરી એજન્સી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તકે પુરવઠા અધિકારીએ અન્ય એજન્સીઓને પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નિયમ ભંગ કરનાર કે ગેરકાયદેસર સંગ્રહખોરી કરનાર સંચાલકો સામે આગામી સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!