MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરી

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરી

ગત તા.૧૯-૦૫-૨૦૨૩ના મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ મોરબી જિલ્લાના ગામડામાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સુચનો કર્યા હતા. ઉપરાંત સનાળા રોડ પર ભરાઇ જતા વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન મુકીને યોગ્ય વ્યવસ્થા કરવા તથા મોરબીના લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. વધુમા હાલ મોરબીના વિવિધ વિસ્તારમાં બંધ થયેલ પોસ્ટઓફિસ ફરી શરૂ કરવા પણ જણાવ્યું હતું. તમામ ધારાસભ્યશ્રીઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી.

જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારઘી દ્વારા અનુસુચિત જાતિના લોકોને પ્લોટ આપવા માટે રજુઆત કરાઈ હતી. વધુમાં આ બેઠકમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘનશ્યામનગરમાં પ્રાથમિક શાળાના નવા મકાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા, જમીન માપણીના વિવિધ પ્રશ્નો, આરોગ્ય વિભાગના કર્મચારીઓના પગાર, જિલ્લાના વિવિધ માર્ગો પરના દબાણો હટાવવા તથા ભવિષ્યની લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ મોરબીમાં નિર્માણાધિન એરપોર્ટના પ્લાનમાં જરૂરી તમામ ફેરફાર કરવા વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, હળવદ-ધાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારઘી, જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી ડી.સી. પરમાર, સી,ડી.એચ.ઓ.શ્રી કવિતાબેન દવે, મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!