GUJARATJUNAGADH

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૦૨ થી ૦૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૦૨ થી ૦૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે

ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે કરવામાં આવનાર હોય જે અંગેની આપના જિલ્લાની કબડી રમતમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી પામેલી ટીમની સંપૂર્ણ KMK ID સાથેની માહિતી તા.૩૦/૧૧/૨૦૨૫ સુધીમાં dsdo-junagadh@gujarat.gov.in ઉપર મોકલી આપવી. આ કબડ્ડી સ્પર્ધા ઓપન એઈજ, અં-૧૪, અં-૧૭ ભાઈઓ તથા બહેનો માટે તા.૦૨ થી ૦૮ ડિસેમ્બરે સવારે ૦૮.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી યોજાશે.જે માટે તમામ ખેલાડીઓને સમયસર જાણ કરી ટીમના કોચ/મેનેજરની નિમણૂક કરી આ સ્પર્ધામાં ભાગ લેવા નિયત સમયે નિર્ધારિત સ્થળે સ્પર્ધામાં ભાગ લેવા મોકલવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા મો. ૮૩૨૦૦૬૨૩૪૩ અને રાહુલભાઈ જાપડીયા મો. ૮૧૪૧૧૦૭૬૭૪નો સંપર્ક કરવા જિલ્લ રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Check Also
Close
Back to top button
error: Content is protected !!