GUJARATSINORVADODARA

ઓપરેશન પરાક્રમ હેઠળ સિનોર પોલીસે દોઢ વર્ષથી નાસતો ફરતો પૂર્વ તલાટી કમ મંત્રીને સુરત થી ઝડપી પાડ્યો ..

સાધલી ગ્રામ પંચાયતના નાણાંની ઉચાપતના ગુનામાં શિનોર પોલીસની કાર્યવાહી...


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામના પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણીને શિનોર પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. નીતિન જેતાણી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સાધલી ગ્રામ પંચાયતના બેંક ઓફ બરોડાના ખાતાના ચેકની રકમમાંથી આર.ટી.જી.એસ. મારફતે પોતાના એસ.બી.આઈ. શિનોર બેંક ખાતામાં રૂ.10,20,856ની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.
આ સમગ્ર મામલે શિનોર પોલીસ મથકે નીતિન જેતાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
શિનોર પોલીસે આરોપી વિરુદ્ધ BNSS કલમ-72 મુજબનું વોરંટ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સુરતમાં હોવાની માહિતી મળતા શિનોર પોલીસની ટીમે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.
પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણીને ઝડપી પાડ્યા બાદ શિનોર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!