વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિ પ્રસાદ રાધાક્રિષ્નામાં માર્ગદર્શન હેઠળ 1 સપ્તાહ સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું આયોજન કરેલ છે.દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે,જેમાં વિવિધ કાર્યક્રમ યોજીને પર્યાવરણ અને વન્ય પ્રાણી અંગે લોકજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવનાર છે.દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આ વર્ષે વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કિલાદ કેમ્પસાઇટ અને ગીરાધોધ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધી જયંતિના દિવસે કિલાદ કેમ્પસાઇટ અને ગીરાધોધ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ અભિયાનમાં દક્ષિણ ડાંગ વન વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ, સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્થળોએ ચિત્ર સ્પર્ધા, વન્યપ્રાણી અંગેની પ્રશ્નોત્તરી, મેરેથોન દોડ, વકતૃત્વ સ્પર્ધા, વન્યપ્રાણી સંરક્ષણ અંગેની તાલીમ, વિડીયોગ્રાફી નિદર્શન, વાર્તાલાપ અને વન્યપ્રાણી સંરક્ષણ અંગેના તમાશા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમોનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વન્યપ્રાણી અને જંગલોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે..