GUJARATKUTCHNAKHATRANA

તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ,મેડિકલ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ, આલ્ફાસાયફર મેથરિન ૫% સ્પ્રે છંટકાવ કામગીરી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૬ ઓક્ટોબર  : દેશલપર ગુ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લુડબાય ૧- ૨, ( સુખપર – વાંઢ) ની મુલાકાત લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ,જિલ્લા મેલેરીયા, એપીડેમિક અધિકારી સાહેબ ની સુચના મુજબ, તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ,મેડિકલ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ, આલ્ફાસાયફર મેથરિન ૫% સ્પ્રે છંટકાવ કામગીરી રાઉન્ડ- ૨,શાળા ,આ. વા., મસ્જિદ, મદરેસા ખાતે કરવામાં આવેલ,સર્વે કામગીરી ક્રોસ ચેક કરી, વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે અગમચેતી ના પગલારૂપે, પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે નિયમીત પાણી નુ ક્લોરિનેશન, પાણી ગરમ કરીને, ઉકાળીને, ફટકડી ફેરવી ગાળીને પીવું, સ્વરછતા રાખવી, મચ્છર ના જીવન ચક્ર, સાંજના સમયે લીમડાના પાન નો ધુમાડો, ફોગિંગ મશીન થી ધુમાડો ૪૨ ઘર મા કરવામાં આવેલ,કીટ નાશક અગરબત્તી, ઓલ આઉટ, ફુલ બાયવાડા કપડાં પહેરવા, મચ્છર દાની ના ઉપયોગ, જી.કે.હોસ્પિટલ ભુજ ખાતે નીકળેલ ડેન્ગ્યુ પોઝિટિવ કેસ ની મુલાકાત લઈ સમજ આપવામાં આવી, પોષણ, વ્યસન,pmjay , આયુષ્યમાન કાર્ડ વગેરે વિશે તાલુકા કક્ષાએથી TMPHS શ્રી એસ. એ.પીંજારા,MTS શ્રી અંજનીકુમાર રાય,phc દેશલપર ગુ.થી મેડિકલ ઓફિસર સાહેબશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ઇન્ચાર્જ MPHS શ્રી મુકેશભાઈ શ્રીમાળી મારફતે સમજ આપવામાં આવી, mphw શ્રી પાર્થ લાખાણી, ગોરધનસિંહ સોઢા ના માધ્યમ થી પત્રિકા વિતરણ,anc ,pnc જોખમી માતા બાળક ની મુલાકાત લઈ મેડિકલ ઓફિસર સાહેબશ્રી દ્વારા બાળમરણ અંતર્ગત મુલાકાત લઈ ઇન્વેટેન્શન ફોર્મ ભરવામાં આવેલ,વગેરે બાબતે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ મા i/c mphs શ્રી મુકેશભાઈ શ્રીમાળી,cho શ્રી,mphw શ્રી,fhw શ્રી ,આશા બહેન, ધર્મગુરૂ, માજી સરપંચ શ્રી, હાજી સાહેબ,આચાર્ય શ્રી, શિક્ષકો વગેરે લોકો સારો નો સહયોગ મળેલ.ખાસ નોધ

મસ્જિદ મદરેસા ખાતે કચ્છીમાં સ્થાનિક ભાષામાં માઇક પ્રચાર પ્રસાર કરી લોકો ને સહકાર આપવા જણાવવામા આવેલ.સ્પ્રે છંટકાવ કામગીરી, ફોગિંગ મશીન થી ધુમાડો કરવામાં આવેલ.તેવુ તાલુકા હેલ્થ સુપરવાઈઝર  સુલેમાન એ. પીંજારા જણાવ્યુ હતુ

Back to top button
error: Content is protected !!