DAHODGUJARAT

દાહોદ જિલ્લાના આઇસીડીએસ વિભાગના પા પા પગલી યોજના અંતર્ગત કરાશે નવતર પ્રયોગ,જનશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ 

તા.૨૫.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના આઇસીડીએસ વિભાગના પા પા પગલી યોજના અંતર્ગત કરાશે નવતર પ્રયોગ જનશે દાહોદ ભણશે દાહોદ રમશે દાહોદ

આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓના વિડિઓ બનાવાયા જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગનો અમલ દાહોદ જિલ્લામાં કરવામાં આવશે. સરકાર દ્વારા આઈસીડીએસ શાખામાં ત્રણ થી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું ખૂબ જરૂરી અને મહત્વનો પરિબળ છે.સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રના ત્રણ થી છ વર્ષના બાળકોને દૈનિક સમય બદ્ધ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. આ માટે આંગણવાડી કેન્દ્રોના બાળકોને રમતા-રમતા ભણાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. દાહોદ જિલ્લાના આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા આ અભ્યાસક્રમને સરળતાથી બાળકોને રમતા રમતા ભણાવી શકાય તે માટે દાહોદ જિલ્લાના જ આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળકો દ્વારા દૈનિક પ્રવૃત્તિઓના વિડીયો બનાવવામાં આવ્યા છે.આંગણવાડી કાર્યકર્તા અને બાળકો દ્વારા કરવામાં આવતી દૈનિક પ્રવૃત્તિના વીડિયોના માધ્યમથી દાહોદ જિલ્લાના અન્ય આંગણવાડી કાર્યકર્તા દ્વારા બાળકોને આ પ્રકારની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે સમજ મેળવે અને તે પ્રવૃત્તિઓ દાહોદ જિલ્લાના 3056 આંગણવાડી કેન્દ્રોમાં થાય તે માટેના પ્રેરણા રૂપ વિડિયો બનાવવામાં આવ્યા છે.જેને નિયમિત રીતે એક દિવસ અગાઉ અને તે દિવસે તમામ આંગણવાડી કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવશે. સાથોસાથ આ વિડીયો બાળકોના વાલીઓ સુધી પણ પહોંચાડવામાં આવશે, જેથી વાલીઓ પણ આંગણવાડી કાર્યકર્તાની પ્રવૃત્તિઓ અને બાળકોને આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓની અવગત થઈ શકશે તા.૨૬.૬.૨૦૨૫ ના રોજ શરૂ થનાર કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬ ના રોજ જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવ્યા છે તે દૈનિક પ્રવૃત્તિના વીડિયો જિલ્લા કક્ષાએથી ઘટક કચેરીના આંગણવાડી કાર્યકરના ગ્રુપમાં આગામી દિવસ તેમજ જે તે દિવસે મૂકવામાં આવશે. જેનાથી પ્રેરણા લઈ દાહોદ જિલ્લાની તમામ ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રમાં દૈનિક થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. જેનો આંગણવાડી પ્રવેશોત્સવ દરમિયાન શુભારંભ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!