GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૯માં હપ્તા અંતર્ગત કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને ડીબીટી મારફતથી ચૂકવણી

તા.24/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ તેમજ ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી હતી જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૫૧,૨૮૧ લાભાર્થીઓને કુલ ૩૪.૧૪ કરોડ સીધા જ તેમના બેંક ખાતામાં ડીબીટી મારફતથી ચૂકવવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ૧૮ હપ્તાના માધ્યમથી કુલ રૂ. ૩.૪૬ લાખ કરોડની સહાય આપવામાં આવી છે જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૮ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૮,૮૧૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૨૬,૪૭૨ જેટલા લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!