તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારમાં ખોવાઇ ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૧૫ જેની કુલ કિ.રૂ. ૨૫૮૮૦૦/- ના શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે.વિસ્તારમાં ખોવાઇ ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ - ૧૫ જેની કુલ કિ.રૂ. ૨૫૮૮૦૦/- ના શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ
મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ફોન ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે આધારે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહીતકુમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરવા તેમજ પોલીસ પ્રત્યે પ્રજામા વિશ્વાસની ભાવના જળવાઇ રહે જે અન્વયે તેમજ મેંદરડા પો.સ્ટે.ના I/C પો.ઇન્સ. એસ.એન.સોનારા સાહેબ નાઓની સુચના મુજબ મેંદરડા પો.સ્ટે વિસ્તારમાં અરજદારોના ખોવાઇ ગયેલ તથા ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલનો ઉપયોગ કરી ટેકનીકલ સર્વેલન્સના આધારે ૧૫ મોબાઇલ ફોન શોધી કાઢેલ.અને આજરોજ મેંદરડા પો.સ્ટે ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન નંગ-૧૫ જેની કુલ કિંમત રૂ.૨૫૮૮૦૦/-ના તેના મુળ માલીકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.તેમજ હજુ પણ અન્ય મોબાઇલ શોધવાની કામગીરી ચાલુ છે.ગત વર્ષ દરમિયાન મેંદરડા પોલીસ દ્વારા કુલ રુપીયા ૧૩ લાખ ના કિંમતના ૧૦૦ જેટલા મોબાઇલ ફોન નાગરીકોને પરત આપવામાં આવ્યા છે. આ કામગીરી મેંદરડા પો.સ્ટે ના I/C પો.ઇન્સ.એસ.એન.સોનારા સાહેબ તથા ASI એસ.ડી સોંદરવા તથા ASI ડી.એન.ગળચર તથા PC રાકેશસિંહ બી.દયાતર વિગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામા આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ