GUJARAT

જામનગરમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ એટલે નગરજનોના સ્વસ્થ્યનું રક્ષણ

જામ્યુકોની ભુગર્ભ શાખાની અવિરત પ્રગતિ

૯૦૦ કી.મી.થી વધુ નેટવર્ક ધરાવતો અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર મહાનગરપાલીકાની ભુગર્ભ શાખાનો કામગીરીનો એકતરફ પ્રોજેક્ટ વર્ક અને ડેવલપમેન્ટ બીજીતરફ ફરિયાદ નિકાલ વિભાગ એ બંને માટે એક લીટીમા કહી શકાય કે JMCભુગર્ભ શાખામા – જરૂરીયાત મુજબ નાગરીકોના વસવાટ મુજબ વિસ્તાર મુજબ અને મંજુરીઓ મુજબ સતત વધતુ નેટવર્ક છે અને ફરિયાદ નિકાલમા પણ અવિરત ગ્રોથ છે આ બધુ જ ઇજનેરી કૌશલ્યની કસોટી સમાન હોય છે પરંતુ સતાધારી પાંખ વહીવટી પાંખ અને ગ્રાઉન્ડ ઉપર થતુ કામ એમ સૌ નો સહયોગ સંકલન છે માટે પ્રસંશનીય રીતે આ બ્રાંચના વિભાગોની ટીમ કાર્યરત છે અને અમૃત યોજનાના આ કામો જરૂરીયાત મુજબ કરતા કરતા દિવસે ખર્ચાળ બનતા જાય છે કેમકે એક તરફ નેટવર્ક વધે તેમ તેમ તેના સફાઇનું કામ વધતુ જાય બીજી તરફ સ્ટાન્ડર્ડ જાળવતા કામ કરવાનુ હોય માટે સમગ્ર પણે ખર્ચ પણ અવિરત વધતો રહે છે જે માટે કેન્દ્ર સરકારની અમૃત યોજના આશિર્વાદરૂપ બને છે.

સમજવા જેવુ એ પણ છે કે વધતા જતા ખુબજ ટ્રાફીક અને વિકસતા વિસ્તારો અંડર ગ્રાઉન્ડ પાવર ઇન્ટરનેટ વિજ ગેસ ફોન વગેરેની લાઇનો ના કારણે પાણીની લાઇનો બદલવી નવી લાઇનો નાખવી જુદી જુદી સાઇટ થી ગંદા પાણી લાવવાના પ્રોજેક્ટ વર્ક તેમજ લાઇનોના જંક્શન ના અને અેસસરીઝ ને જાળવવાના રીપેર કરવાના કામો ઇજનેરી દ્રષ્ટીએ જહેમતવાળા કામ છે તેમજ જમીન ના સ્તર પોલાણ પથરાવ ઢોળાવ પ્રકાર ઉપયોગ વગેરે વિશેષતા બદલાય તેમજ રોડના કામ વચ્ચે વર્ક બેલેન્સ રાખી કરવામાં નિપુણતાની કસોટી થઇ જાય છે ઉપરાંત આ દરેક નાના મોટા પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર સાકાર થાય તે પહેલા તેનુ ડીઝાઇનીંગ વર્ક પ્રોજેક્ટ રીપોર્ટ કરવાના કામોની કસરત ઘણી હોય છે જેમ પડકાર તેમ ખર્ચનો ગ્રાફ દેખીતી રીતે વધે છે.

______બોક્સ_________

નગરજનોના આરોગ્ય સુખાકારીનો આ પ્રોજેક્ટ ઉડતી નજરે

જામનગર શહેરમાં નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં અલગ અલગ યોજનાઓ દ્વારા ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નેટવર્ક, અલગ અલગ સમયાંતરે આગળ ધપતુ જ રહે છે અને બીજા મહત્વના તબક્કામાં આ ભૂગર્ભ ગટરની ફરીયાદો આધારીત સફાઈ કામગીરી વાર્ષિક રેઈટ ધોરણે ધોરણસર ટેન્ડર પ્રક્રિયા કરી, સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી મળ્યેથી કામગીરી લગત એજન્સીઓને સોંપવામાં આવે છે. આમ, ભૂગર્ભ ગટર સફાઈ અંગેની ફરીયાદો અને ખર્ચ ઉતરોત્તર ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નેટવર્કની લંબાઈ વધવાને કારણે દર વર્ષે વધતો જાય એ સ્વાભાવિક છે દાખલા તરીકે વર્ષ ૨૦૧૬-૧૭ માં ભૂગર્ભ ગટર પાઈપ લાઈનની લંબાઈ ૨૭૯.૬૦ કિ.મિ. હતી અને સફાઈનો ખર્ચ આશરે રૂા.૭૩.૧૦ લાખ થયેલ અને ભુગર્ભ ગટરના નેટવર્કમાં ઉતરોત્તર વધારો થતા હાલ દાખલા તરીકે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ભૂગર્ભ ગટર પાઈપ લાઈનની લંબાઈ ૯૦૫.૧૫ કિ.મિ. અને સફાઈનો ખર્ચ આશરે રૂા.૨૭૪.૪૭ લાખ જેવો થયેલ છે.

 

______બોક્સ__________
સુપ્રિમ કોર્ટની અંડર ગ્રાઉન્ડને લગતની ગાઇડલાઇન

જામનગર કોર્પોરેશન વિસ્તારના ભૂગર્ભ ગટરના નેટવર્કમાં થયેલ વધારો અને સરકારના તેમજ સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી જોખમમુકત રીતે કરવા માટે ધોરણસર સફાઈ કામગીરી
માટે વધારાના વાહનો, મશીનો વિગેરેની તાજેતરમાં ભુગર્ભ ગટર શાખા દ્વારા ખરીદી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ નવા વર્ષ માટે
ભૂગર્ભ ગટરની ફરીયાદ આધારીત જરૂરી સફાઈ કામગીરી માટે નવી ટેન્ડર પ્રક્રિયાની વિગતો બનાવવામાં આવી છે. જેમાં કોઈપણ સંખ્યામાં આવતી ફરીયાદોનો નિકાલ કરવા માટે એક ફિકસ રકમનો અંદાજ તૈયાર કરવામાં આવેલ છે આ ખર્ચમાં સફાઈમિત્રો, પ્રિ-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂનની કામગીરીનો પણ સમાવેશ થાય છે તથા વાહનોના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન અને મેઈનટેનન્સ વિગેરેની કામગીરી માટેના શહેરના કુલ ચાર ઝોનના ટેન્ડરો અંદાજિત ૨કમ રૂા. ૪૨૦.૮૦ લાખના પ્રસિધ્ધ કરી ભાવો મંગાવવામાં આવેલ છે અને તે અંગેનીધોરણસર મંજુરી અંગેની પ્રક્રિયા પણ પ્રગતિમાં હોવાનુ જાણવા મળે છે

_____બોક્સ__________
ભુગર્ભ ગટરને લગત ફરીયાદ નિકાલ માટે નોર્મ્સ મુજબ માળખુ

જામનગર કોર્પોરેશનમાંથી જાણવા મળ્યા મુજબ ભુગર્ભ ગટર જે એસ્ટાબ્લીશ છે તે વિસ્તારોમાંથી કોઇ લીકેજ ની કોઇ મેનોલ ને લગત કામગીરી ઢાંકણા ની વગેરે ફરિયાદો ગંદા પાણી ચોકઅપ થવાથી પણ પાણીજતુ અટકે લાઇન ઉભરાય વગેરે તકલીફ થાય છે તો ક્યારેક બીજા કોઇ ખોદકામ દરમ્યાન ક્યારેક ભુગર્ભ ગટેની પાઇપ લાઇન ને નુકસાન થાય તે અંગેની ફરીયાદ ના કામોનો નિકાલ ઝડપી કરવા નોર્મ્સ મુજબ કાર્યવાહી કરવા ભુગર્ભ ગટર શાખા સતત કાર્યરત હોય છે જે માટે બજેટ અને પ્લાનીંગનો વધારો થતો રહે છે

 

______બોક્સ______

નાગરીકોના સ્વાસ્થ્ય સુખાકારીના આ પ્રોજેક્ટમાં સંકલન ખૂબ જરૂરી

જામનગરની સાત લાખથી વધુ વસતી ૧૨૫ ચો.કી.મી. નો વિસ્તાર પોણા તન લાખ પ્રોપર્ટીઝ આ દરેકનો ગંદા પાણીનો નિકાલ અવિરત વધે છે ત્યારે એ તમામ પાણી જમીનની અંદરની મોટી પાઇપ ગટર દ્વારા એકઠુ થાય તેમજ એકઠુ થાય તે એકત્રીત થાય એકત્રીત થયેલ ગંદા પાણીનુ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધીકરણ થાય જેથી રીયુઝ થાય અને જમીન ઉપરની ખુલ્લી ગટરોમાં વહેતા ગંદા પાણી બંધ થાતા જાય છે અંડરગ્રાઉન્ડ નેટવર્ક વધે છે જેથી ગંદાપાણીથી થતી ગંદકી ઘટતા મચ્છર માખી જંતુ ની સમશ્યા નિવારી શકાય તેવા આશય સાથેના કન્ટીન્યુ પ્રોસેસ જે જન સુખાકારી માટે અતિ આવશ્યક છે તે અંગે
જામનગર કોર્પોરેશન ભુગર્ભ ગટર વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ સતાધારી પાંખ મેયર, ચેરમેન, અને દરેક શાસકો તેમજ વહીવટી પાંખ કમીશનર, ડીએમસી,બ્રાંચ કંટ્રોલીંગ,આસી.કમી.,એકાઉન્ટ,ઓડીટ એમ દરેક પદ ના અને વિભાગના માર્ગદર્શન અને મંજુરીઓ મળતી રહે છે જેથી સમગ્ર ટીમનો કામનો ઉત્સાહ વધે છે અને તેથી જ જન સુખાકારીના આ નેટવર્ક ના કામો વધતા જ રહ્યા છે બીજા વિભાગોના પણ સહયોગ જરૂર પડ્યે મળતા જ રહે છે.

_________________
bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!